Peli Chaturana Chittano chalo re - Bhajan | RekhtaGujarati

પેલી ચતુરાના ચિત્તનો ચાળો રે

Peli Chaturana Chittano chalo re

માનબાઈ માનબાઈ
પેલી ચતુરાના ચિત્તનો ચાળો રે
માનબાઈ

પેલી ચતુરાના ચિત્તનો ચાળો રે, એને કોઈ નિહાળો રે;

એના અવર નેત્રનો ઉલારો; એને૦

નથી રે ઘડી બ્રહ્માએ ભામની, આપ બનીને આવી રે;

ચૌદ લોકની શોભા સુંદર, એનાં નેણ કમળ વિસારી રે. એને૦

ઘડ્યું રે ઘરેણું એને હાથે, ભરત ભરી છે ચોળી રે;

પહેરી ચુંદડી કોર કસબની, કસુંબાના રંગમાં રોળી રે. એને૦

શેઠે પુત્રીની સાહામું જોયું, બહેન કાંહાં થઈને આવી રે;

ઓરડીએ તાળું દેવડાવ્યું, કુંચી કાંહાં થકી લાવી રે. એને૦

પુત્રી આવીને મંદિર ઉઘાડ્યું, મહેતાજી પય પાય રે;

પુત્રે આવીને પિતાને કહ્યું, ત્યારે મનમાં વિસ્મય થાય રે. એને૦

પુત્રી મહેતાજી તમને સોંપી, એની અવર વેદના વામી રે;

શેઠાણી જઈ ચરણે લાગ્યાં, મળ્યો ‘માનબાઈ’નો સ્વામી રે. એને૦

સ્રોત

  • પુસ્તક : બૃહદ્ કાવ્યદોહન ભાગ ૭ (પૃષ્ઠ ક્રમાંક 818)
  • સંપાદક : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
  • વર્ષ : 1911