Paramarthe chale padhara - Bhajan | RekhtaGujarati

પરમારથે ચાલે પાધરા

Paramarthe chale padhara

શીતલદાસ શીતલદાસ
પરમારથે ચાલે પાધરા
શીતલદાસ

શીલવંતા ને શૂરા સુલક્ષણા, ધીર થઈ ચાલે આગે,

વખત પડે ને વણસે નહિ, વા'લા સાહેબને લાગે,

પરમારથે ચાલે પાધરા,

નીજ ધરમને ધરી હે જી... પરમારથે૦

જી ભાર ઝીલે સો ભારી કહીએ, ધરણી સરખા થઈ ચાલે રે,

મળ રે રતિ કંચન કહીએ, તાવે તેમ શુદ્ધ થાવે રે,

કસ આપે ને કિંમત વધે,

રંગ રૂડો લાવે હે જી... પરમારથે૦

જી સંત પરમારથે તરુવર જેવા, પરનાં સંકટ લેવે રે.

શીત ઉષણ પોતે સહે, સત્ય સાન સૌને દેવે રે,

નિશદિન ધ્યાવો ધરમ તે

ધરમધણીને મળીએ હે જી... ૫૨મારથે૦

જી જરણા હોય તો સંત હે, અવગુણ અવરના ગંગ રે,

ગંગ રે સરીખા નિરમળા, દોષ પરના સૌ ધોવે રે,

‘શીતળ’ અજર અમર છે,

સાધો ભાઈ, જુગતે રહીએ રે....

પરમારથે ચાલે પાધરા.

સ્રોત

  • પુસ્તક : સત કેરી વાણીમકરંદ (પૃષ્ઠ ક્રમાંક 197)
  • સંપાદક : સત કેરી વાણીમકરંદ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1991