param tattw na lahya - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પરમ તત્ત્વ ના લહ્યા

param tattw na lahya

છોટમ કવિ છોટમ કવિ
પરમ તત્ત્વ ના લહ્યા
છોટમ કવિ

પરમ તત્ત્વ ના લહ્યા, જીવ સબ જાત મોહ મેં વહ્યા,

એક અકળ ઓંકાર હી જાંડી, અક્ષર બિંદુ નહીં તા માંહી ,

સૂક્ષ્મ સ્થૂલ નહીં હૈ વાંહી,

ત્રિગુણ રહિત યે તત્ત્વમસિ પદ, સો હી બેદ મેં કહ્યા... જીવ૦

ઇચ્છા ક્રિયા જ્ઞાન હૈ જેહી, શક્તિ તીન પ્રણવ કી યેહી,

સ્થૂલ સૂક્ષ્મ ભઈ કારણ દેહી,

અસ્વર ઉસ્વર મકાર માત્રા, ત્રિગુણ દેવ યોં ભયા... જીવ૦

અકાર જાગૃત કર્તા બ્રહ્મા, વિષ્ણુ ઉકાર સ્વપ્ન કો કર્મા,

મકાર તામસ હર કો ધર્મા,

તીન રૂપ ઓંકાર પ્રસારા, તીન લોક મેં રહ્યા... જીવ૦

ઐસા તત્ત્વવિચાર હી કરના, નિજ કર્તા કા ધ્યાન હી ધરના,

તાતેં મિટે જન્મ અરુ મર્ણા,

જન ‘છોટમ’ સદ્‌ગુરુ બતાયા, મૂલ સકલ કા ગ્રહ્યા... જીવ૦

સ્રોત

  • પુસ્તક : આત્મજ્ઞાનનાં ભજન-ભાગ બીજો (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સંપાદક : ઓશિંગણ
  • પ્રકાશક : ધી ઇન્ડિયાપબ્લિશિંગ કંપની લિમિટેડ, કાવસજી પટેલ સ્ટ્રીટ નં. 5, કોટ, મુંબઈ
  • વર્ષ : 1909
  • આવૃત્તિ : 1