કલા ભગત
Kala Bhagat
દુર્વાસા ઋષિએ ગોઠવી કીધી; માયા મેલી છે ગાળ
પાકવી આપો પાંડવો મારે, કરવું છે ફરાળ;
પાંડવો ઘેર આંબલો, ઊગ્યો આજ;
આંબલો ઊગ્યો આજ; રાખો તમે લક્ષ્મીના વર લાજ. - પાંડવો૦
થઉ કુણકની ગોઠલી ત્રીજી શેકી શાળ,
પકવી આપો પાંડવો મારે, કરવું છે ફરાળ. - પાંડવો૦
ત્રણ પહોરમાં તૈયાર કરોને, બ્રાહ્મણ માગે ભોગ,
ધર્મે આંબો રોપિયો, ને ધર્યા હરિના ધ્યાન,
સતને વિશે સમરિયા ને એને આંબલે આવ્યો મોર. - પાંડવો૦
અર્જુનને તો આધીન છે, નિત્ય ભણે નારાયણ,
સ્મરણ કીધું શામળાનું, એને આંબલે રાતાં પાન. - પાંડવો૦
ભીમસેનને ભાવ ઘણો ને, ઘેર પધાર્યા ગોર,
નવતેરી ત્યાં નોતરી, એની ખાખડનો ખડધન. - પાંડવો૦
દ્રૌપદીજી તો મહાસતી ને, લાંબી કાઢે લાજ,
કર જોડી ઊભા રહ્યા, ત્યાં ફળ પડ્યાં હજાર. - પાંડવો.
થાળ ભરી આંબો વેડ્યો, કરો ઋષિ ફરાળ,
હાથનો વેડે આંબલો, ફળ ન આવે મારે કામ. – પાંડવો૦
કુંતાજી તો મહાસતી ને, અલૌકિક અવતાર,
પાય લાગ્યાં એને પાંડનો, ત્યારે ફળ પડ્યાં હજાર. – પાંડવો૦
ઋષિ જમાડી રાજી રાજી ને, બીડલે વેચ્યાં પાન,
‘કલા’ના સ્વામી શામળા, એનાં સત્ય રાખ્યા ભગવાન. - પાંડવો૦
સ્રોત
- પુસ્તક : લોકપ્રિય ભજનાવલી (પૃષ્ઠ ક્રમાંક 27)
- સંપાદક : વિરાનંદજી મહારાજ
- પ્રકાશક : શ્રી હરિહર પુસ્તકાલય
