paarasne shun kariiye re - Bhajan | RekhtaGujarati

પારસને શું કરીએ રે

paarasne shun kariiye re

ઝબુબાઈ ઝબુબાઈ
પારસને શું કરીએ રે
ઝબુબાઈ

પારસને શું કરીએ રે, ગુરુજી મારા પૂરા મણિ,

જેણે અમૂલ્ય વસ્તુ આપી રે, શોભા તેની શું કહું ધણી.

વસ્તુ ઉપર હું તો સૌને વારું, કલપત ને કામધેન,

અષ્ટ સિદ્ધિ ને નવ નિધિને વારું, ધન ધન ગુરુજીનાં વેણ,

અમર રસ પાયો રે ગુરુજીએ મુંને રાંક ગણી... પારસ૦

અજ્ઞાનીને લોઢું કહીએ, જ્ઞાની તે પારસ ખાણ,

પારસ સ્પર્શે લોઢું કંચન થાય છે, તેનાં મુખથી શું કરીએ વખાણ,

હરિ હીરો ભેટ્યો રે, થાશો હવે પારસમણિ... પારસ૦

વસ્તુથી બન્યાં પવન ને પાણી, નિપજ્યાં ધરતી, અગની ને આકાશ,

અવિચળ વસ્તુ મારા ગુરુએ આપી, બાકી સર્વેનો નાશ,

શેષ શંકર સરખા રે, જેનું નામ રહ્યા છે ભણી... પારસ૦

ગુરુ ચરણ પંકજ પૂજતાં રે, ચૌદ ભુવન પૂજાય,

સતગુરુ ચરણ પ્રતાપથી દીન 'ઝબુ' ગુણ ગાય,

ગુરુ ગોવિંદ સરખા કે સૌના માથે શિરોમણી... પારસ૦

સ્રોત

  • પુસ્તક : સંતોનાં ચરણોમાં (પૃષ્ઠ ક્રમાંક 127)
  • સંપાદક : અરવિન્દ આચાર્ય, ભૂપેન્દ્ર મો. દવે
  • પ્રકાશક : શ્રી વર્ધમાન પ્રિન્ટિંગ અને પ્રકાશન સહકારી મંડળી લિ.
  • વર્ષ : 1995