ઓધા સાંભળો તો કરું એક વાતડી રે લોલ
Odha sambhalo to kru ek vatdi re lol
મીઠો
Mitho
મીઠો
Mitho
ઓધા સાંભળો તો કરું એક વાતડી રે લોલ,
ઘાતીલાની જાણી મેં તો ઘાતડી રે લોલ,
પહેલ વહેલ તે વનમાં તેડાવિયા રે લોલ,
ભેળા બેસીને ભોજન જમાડિયા રે લોલ,
રૂડા રંગભેર રાસ રમાડતા રે લોલ,
મુખે માગતા ને આણી આપતા રે લોલ,
પ્રભુ તમ વિણ ઘડીએ ન ચાલતું રે લોલ.
સ્રોત
- પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 387)
- સંપાદક : નૌતમભાઈ કે. દવે
- પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
- વર્ષ : 2008
