Nirma nir samay - Bhajan | RekhtaGujarati

નીરમાં નીર સમાય

Nirma nir samay

શીતલદાસ શીતલદાસ
નીરમાં નીર સમાય
શીતલદાસ

અનાડી જન નહીં ઓળખે,

કૂડ રૂપી રે કમાડ.

તરસના રહી રે એના તનમાં, ખેડી મૂઠે મઝધાર,

સમજુ સમજે શબ્દ સાનમાં, કૂડિયા બૂડે બહુવાર.

જી મન રે છળુ ને માયા વળગી, એમાં સતગુરુના શું વાંક?

ભરમુંના ભૂલ્યા ફરે ભૌમાં, રૌ રૌ નરકની માંય રે... સમજુ૦

જી પીધા રે પ્યાલે નિજ નામનો,જેમ નીરમાં નીર સમાય,

ત્રિવેણી ઉપર મેાતી ચૂગતાં, આવાગમન મટી જાય રે... સમજુ૦

જી સાહેબે આપી સાનકા, પલ પલ દરશન થાય,

નુરત સુરત ઘીરે લાગતાં, રમૈયા રામ દરશાય રે... સમજુ૦

જી જખમી જીવે કેમ જીવડો, રોમ રોમ પડી ગયા શાર,

'શીતળ' સતગુરુ સેવતાં, મરજીવા ઊતર્યા ભવપાર રે...

સમજુ સમજે શબ્દ સાનમાં.

સ્રોત

  • પુસ્તક : સંત પરંપરા વિમર્શ (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સંપાદક : ડૉ. રાજેન્દ્રસિંહ રાયજાદા
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
  • વર્ષ : 1989