nigam ghat nar chaDiya - Bhajan | RekhtaGujarati

નિગમ ઘાટ નર ચડિયા

nigam ghat nar chaDiya

જીવણદાસ કાપડી જીવણદાસ કાપડી
નિગમ ઘાટ નર ચડિયા
જીવણદાસ કાપડી

નિગમ ઘાટ નર ચડિયા,

અગમે સોઈ સંત ઓધરિયા... નીરખ્યા નિગમ.

અગમ સગમ સો લિયા લગન સે, આપ રૂપ અવતરિયા,

દમ કા ધામ સૂન મેં દરશ્યા, ઉલટ અકળ ઘર કળિયા... નીરખ્યા નિગમ૦

ભાવ અભાવ સુભાવ ભેદા, ભક્ત દેશ એક ભરિયા,

નીર સધીર સદા લગ સરખા, ધીર સીર દલ દરિયા... નીરખ્યા નિગમ૦

અણી અગર પર અધર સ્વરૂપા, બન્યા સૂરત સાંવરિયા,

તન કા તાર તખત પર તેજા, પેજા લાલ સે પડિયા... નીરખ્યા નિગમ૦

પૂરણ સત્ત સંગત કી પ્રાપ્તિ, જિન જાગ્યા તિન જડિયા,

'જીવણદાસ' ચરણ સતગુરુ કે, સહેજે નામ સમરિયા... નીરખ્યા નિગમ૦

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજન ભંડાર (પૃષ્ઠ ક્રમાંક 263)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • પ્રકાશક : દ્‌ગુરુ વિશ્રામસાહેબની જગ્યા, મુ. કોટડા સાંગાણી, જિ. રાજકોટ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : 6