નર અજ્ઞાની, સાંભળને શિખામણ
Nar agyani sambhalne shikhaman
મંજુકેશાનંદ સ્વામી
Manjukeshanand Swami
મંજુકેશાનંદ સ્વામી
Manjukeshanand Swami
નર અજ્ઞાની, સાંભળને શિખામણ મૂરખ મારી;
કહું હેત કરી, સત્ય માની અંતરમાં લેજે ધારી.
પ્રભુ નવ ભજિયા નર દેહ ધરી, આણી ખોટામાં પરતીત ખરી;
તું મહાદુઃખ પામીશ મૂઢ મરી. - નર અજ્ઞાની૦
સુત નારી કુટુંબી જે કહાવે, તે તારા ભેળાં નહિ આવે;
તોય મૂરખ તારે મન ભાવે. - નર અજ્ઞાની૦
તું ઘર દોલત સાચાં જાણી, તેમાં બંધાણો અતિશે પ્રાણી;
માટે નવ ઓળખ્યા સારંગપાણિ. - નર અજ્ઞાની૦
તારું ધન જોબન સર્વે કાચું, જમ લઈ જાશે કરડી ડાચું;
કહે ‘મંજુકેશાનંદ’ સાચું. - નર અજ્ઞાની૦
સ્રોત
- પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 802)
- સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
- પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
- વર્ષ : 1927
