bhakt je kaheway - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભક્ત જે કહેવાય

bhakt je kaheway

ભક્ત જે કહેવાય

ભક્ત જે કહેવાય, તેની સફળ છે કમાઈ,

જે કોઈ ભક્ત જન કહેવાય જી...

ભક્તજનને મોહ મમતા, અંગે નવ દરશાય જી,

ઉજ્જવલ રુદિયું રેન-દિન, તો ગુણ ગોવિંદના ગાય... જે કોઈ૦

સર્વની સાથે સ્નેહ સાચો, રાખે સંત સદાય જી,

ઉત્તમ વાણી ઓચરે, કટુ વચન મુખ કદાય... જે કોઈ૦

એક અંગે રંગ રાખે, ભક્ત તે કહેવાય જી,

તારું-મારું કરે તનમાં, તેવા વિરલા જન કોઈ જાય... જે કોઈ૦

શ્વાસ ઉસાસે નામ ધણીનું, સમરે સંત સદાય જી,

એવા ભક્તના પ્રેમથી, ઝાલા ‘રાજ અમર’ ગુણ ગાય... જે કોઈ૦

સ્રોત

  • પુસ્તક : સંતોનાં ચરણોમાં (પૃષ્ઠ ક્રમાંક 122)
  • સંપાદક : અરવિન્દ આચાર્ય, ભૂપેન્દ્ર મો. દવે
  • પ્રકાશક : શ્રી વર્ધમાન પ્રિન્ટિંગ અને પ્રકાશન સહકારી મંડળી લિ. સુરેન્દ્રનગર
  • વર્ષ : 1995
  • આવૃત્તિ : 1