નામ નિરંજન હૈ ન્યારા
Naam Niranjan hai nyara
હીરસાગર
Hir sagar
હીરસાગર
Hir sagar
કહે હીરસાગર સુણો હરિજનો, નામ નિરંજન હૈ ન્યારા,
જે નામે આ સૃષ્ટિ રચાણી, રચાણાં સર્વે બ્રહ્માંડ રે.
દેવી દેવતા એ નામ થકી છે, નામ થકી શાસ્ત્ર પુરાણાં રે,
નામ થકી છે ચંદ્ર સૂરજ, નામથી દસ અવતારા રે... કહે૦
નામ થકી અનેક સંતો, ગ્રહી નામ આધારા રે,
પીર પેગંબર તીર્થંકરો તે, નામ કા સોઈ વિસ્તારા રે... કહે૦
નામ રૂપ ગુણથી આગે પોતે, સતનામ કિયા વિચારા હૈ,
જે નામ અનામી પાયા ઘટ મેં, નિરંતર હૈ નિરધારા રે... કહે૦
નામ પાયા સતગુરુ શરણ સે, હુવા જીવ નિસ્તારા રે,
‘હીરસાગર’ હરિ પરગટ દેખ્યા, સતગુરુ દેવ દીદારા રે... કહે૦
સ્રોત
- પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 96)
- સંપાદક : રામજી હીરસાગર
- પ્રકાશક : રામજી હીરસાગર
