ના વિસારીએ રૂડા હૃદયમાંથી રામ
Na visarie ruda harday mathi
કેશવલાલ
Keshavlal
કેશવલાલ
Keshavlal
ના વિસારીએ રૂડા હૃદયમાંથી રામ.
હરતાં જઈએ, ફરતાં જઈ, કરીએ ઘરનું કામ;
હરિગુણ ગાતાં જીભલડી! તુંને શું બેસે છે દામ? ના વિ૦
પગ આપ્યા તીરથ કરવા, હાથ સેવા કરવા શ્યામ;
નયન આપ્યાં પ્રભુ નીરખવા, કીરતન સાંભળવા કાન. ના વિ૦
હું તુંને વારું જીભલડી, તું મેલ્યને આળપંપાળ;
એક દિન એનો આવશે, જે માતા વછોડે બાળ. ના વિ૦
માનવનો અવતાર ફરી ફરી, નહિ મળે મન માન;
આવ્યા તેવા ચાલતા થાશો, મૂકી માન ગુમાન. ના વિ૦
‘કેશવ’ કહે સાંભળ પ્રાણી, કહેવું મારું માન;
અડધે વચને આપ્યું છે, ગજ ગુણિકાને વૈમાન. ના વિ૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 61)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
