Murakh manva tu jone vimasi - Bhajan | RekhtaGujarati

મૂરખ મનવા તું જોને વિમાસી

Murakh manva tu jone vimasi

ગૌરીશંકર ગૌરીશંકર
મૂરખ મનવા તું જોને વિમાસી
ગૌરીશંકર

મૂરખ મનવા તું જોને વિમાસી, વસે તારા ઘટમાં અખલ અવિનાશી.

દશદિશ માહીં પોટ કહાડે, ફોકટ ધરીને આશી;

ભ્રમણામાં તું ભૂલો ભમે છે, અમથો બનીને ઉદાસી. વસે૦

અંતર ચક્ષુ ઉદય કરીને, કર દ્રઢ મનથી ક્યાસી;

અળગો નહિ જરા આદ્યનિરંજન, રંજન જન મન રાશિ. વસે૦

ફૂડ કપટ પરિત્યાગી પ્રપંચો, સરલ વૃત્તિ ધરી ખાસી;

નેહ ધરીને નેક નજરથી, અંદર નિરખ તપાસી. વસે૦

જે જગ તારણ તરણ સનાતન, વિશ્વંભર સુવિલાસી;

‘ગૌરીશંકર’ ઘટ ઘટમાંહી, પૂરણ જ્યોતિ પ્રકાશી. વસે૦

સ્રોત

  • પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 116)
  • સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
  • પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
  • વર્ષ : 1927