મુખે બ્રહ્મ ભાખે રે
MUkhe brahm bhakhe re
મંજુકેશાનંદ સ્વામી
Manjukeshanand Swami
મંજુકેશાનંદ સ્વામી
Manjukeshanand Swami
મુખે બ્રહ્મ ભાખે રે, જીવ સમ વર્તે છે;
વિષયને ચાખે રે, મોટાની એાથ લે છે.
બ્રહ્મ રૂ૫ પોતાને માની નારીને કહે તું બ્રહ્મ;
પા૫ ક્યાં છે જમપુરી ક્યાં છે, ક્યાં છે ધર્મ ને કર્મ;
એવા અસુર રે, ભવમાં ભટકે છે. – મુખે૦
શુક નારદ નવ યોગી પોતે, વર્ત્યા બ્રહ્મ સમાન;
ચરાચરમાં બેલ્યા શુકજી, તોય ભજ્યા ભગવાન;
કધુનીઆ અજ્ઞાની રે, એવાને પણ લજવે છે. – મુખે૦
વેદ પુરાણને કલ્પિત કહીને ધર્મ ન પાળે એક;
હરિ અવતારને ખોટા કરે, એ અચળ ઉર ટેક;
બીજાને પણ એવા રે, નિત્ય ઉપદેશ દે છે. – મુખે૦
સત્પુરુષ સત્શાસ્ત્ર પ્રમાણે, વરતે વરતાવે આપ;
‘મંજુકેશાનંદ’ કહે એવાને શરણે, જૈયે તો મિટે સંતાપ;
એવા સંત મૂકી રે, અસંત પાસે શીદ રહે છે. – મુખે૦
સ્રોત
- પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 802)
- સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
- પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
- વર્ષ : 1927
