mugat se parman - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મુગત સે પરમાણ

mugat se parman

ગોરખનાથ ગોરખનાથ
મુગત સે પરમાણ
ગોરખનાથ

જુગત સે નર જીવે જોગી

મુગત સે પરમાણ રે

દયા કફની પેર બાવા, નામ હૈ નિર્વાણ જી,

ખમા ખલકો પેર અવધૂત, નામ હૈ આલેક જી...

એવા એવા ગુરુ મારા, ગગન સુધી જાય રે,

કોણ સીંચે, કોણ પીએ, કોણમાં સમાય જી?

એવા ગુરુ મારા ચક્કર ભેદી, ગગન સુધી જાય રે,

નૂરતા સીંચે, સુરતા પીએ, સૂનમાં સમાય જી...

શૂરા માથે પૂરા આવ્યા, આવ્યા લડાઈ માંહ્ય રે,

જ્ઞાન હુંદા ગોળા વરસે, રતનિયાં વેરાય જી...

તીન શોધો, પાંચ બાંધો, આઠ માંહ્યલો ઠાઠ રે,

આવો હંસા, પીઓ પાણી ત્રિવેણીના ઘાટ જી...

મેલ માયા, મેલ મમતા, મેલ ડારો દોય રે,

મછંદરનો ચેલો બોલ્યા, જોગ ઐસા હોય જી...

જુગત સે નર જીવે જોગી૦

સ્રોત

  • પુસ્તક : ભજનરસ (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સર્જક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 1