motii lenaa gotii - Bhajan | RekhtaGujarati

મોતી લેણા ગોતી

motii lenaa gotii

ડુંગરપુરી ડુંગરપુરી
મોતી લેણા ગોતી
ડુંગરપુરી

દલ દરિયા મેં ડૂબકી દેણા,

મોતી રે લેણા ગોતી જી જી.

ખારા સમદર મેં છીપ બસત હે,

ભાત ભાતરાં મોતી જી,

મોતી કોઈ મરજીવા માણે,

નહિ પુસ્તક, નહિ પોથી રે... દલ૦

મુખા કમળ પર મરધા કમળ હે,

તા પર ગંગા હોતી જી,

તન કર સાબુ, મન કર પાણી,

ધોઈ લેણા હરદારી ધોતી રે... દલ૦

રણુંકાર મેં ઝણુંકાર હે,

ઝણુંકાર મેં જ્યોતિ જી,

જ્યોતિ અભેપદ હોતી,

વહાં હે એક મોતી રે... દલ૦

નવ દુવારા, દસમી ખડકી,

ખડકી મેં એક ખડકી જી,

ખડકી કોઈ સતગુરુ ખોલે

કૂંચી ઉનરા ઘરકી રે... દલ૦

ડાબી ઇંગલા, જમણી પિંગલા,

સુરત સુરત કર જોતી,

દેવ 'ડુંગરપુરી' બોલિયા,

હું હરખે હાર પરોતી...

દલ દરિયા મેં ડૂબકી દેણા,

મોતી રે લેણા ગોતી.

સ્રોત

  • પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 165)
  • સંપાદક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1991