Mohanji tame morala hu vari re - Bhajan | RekhtaGujarati

મોહનજી તમે મોરલા હું વારી રે..

Mohanji tame morala hu vari re

રાજે રાજે
મોહનજી તમે મોરલા હું વારી રે..
રાજે

મોહનજી ! તમે મોરલા, હું વારી રે,

કાંઈ અમો ઢળકતી ઢેલ, આશ તમારી રે...

જ્યાં જ્યાં ટહુકા તમે કરો, હું વારી રે,

ત્યાં અમ્મે તો માંડીએ કાન, આશ તમારી રે...

મોરપીંછ અમે મા'વજી ! હું વારી રે,

વ્હાલા ! વન વન વેર્યા કાંય ? આશ તમારી રે...

મોરલીએ મનડાં હર્યા, હું વારી રે,

વિસાર્યો ઘર-વહેવાર, આશ તમારી રે...

સંગ સદા લગી રાખજો, હું વારી રે,

'રાજે'ના રસિયા નાથ, આશ તમારી રે...

સ્રોત

  • પુસ્તક : મધ્યકાલીન ગુજરાતી ભક્તિ કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 150)
  • સંપાદક : નિરંજન રાજ્યગુરુ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી