mildo thodo bhai vyajdo ghano - Bhajan | RekhtaGujarati

મૂલડો થોડો ભાઈ વ્યાજડો ઘણો

mildo thodo bhai vyajdo ghano

આનંદઘન આનંદઘન
મૂલડો થોડો ભાઈ વ્યાજડો ઘણો
આનંદઘન

મૂલડો થોડો ભાઈ વ્યાજડો ઘણો રે,
                            કેમ કરી દીધો રે જાય?
તલપદ પૂંજી મેં આપી સઘલી રે,
                      તોહે વ્યાજ પૂરું નહિ થાય. મૂલડો૦

વ્યાપાર ભાગો જલવટ થલવટે રે,
                           ઘીરે નહિ નીસાની માય;
વ્યાજ બોડાવી કોઈ ખંદા પરઠવે રે,
                             તો મૂલ આપું સમ ખાય. મૂલડો૦

હાટડું માંડું રૂડા માણેકચોકમાં રે,
                          સાજીનિયાંનું મનડું મનાય,
આનંદઘનપ્રભુ શેઠ શિરોમણિ રે,
                             બાંહડી ઝાલજો રે આય. મૂલડો

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2004