maya tani shobha joine - Bhajan | RekhtaGujarati

માયા તણી શોભા જોઈને

maya tani shobha joine

ગવરીબાઈ ગવરીબાઈ
માયા તણી શોભા જોઈને
ગવરીબાઈ

માયા તણી શોભા જોઈને, પામો મોહ, માયા૦

ભૂખા ભમો રે જગ વિશે, તે મોટી રે હાણ, માયા૦

આપ વિચારો મન વિશે, કોણ વ્યાપ્ત એક, માયા૦

જુઓ રે તમે છે એક જે, પરિપૂર્ણ બ્રહ્મ, માયા૦

રૂપ રેખ તે નવ મળે, એવો સ્વામી એક, માયા૦

સર્વ રૂદયમાં વ્યાપ્ત છે, અવિનાશી તું જાણ, માયા૦

મદ મોહને તે ત્યાગીને, મન ધીર ધાર, માયા૦

જોઈશ તું રંગને, તો મિથ્યા માન, માયા૦

જરા મરણ ત્યાગીને, બુદ્ધિ નિશ્ચે ધાર, માયા૦

‘ગવરી’ કહે અનહદ જો, મન શાંત થાય, માયા૦

સ્રોત

  • પુસ્તક : બૃહત્ કાવ્યદોહન-1 (પૃષ્ઠ ક્રમાંક 830)
  • સંપાદક : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
  • પ્રકાશક : ‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસ સિરીઝ, મુંબઈ
  • વર્ષ : 1890
  • આવૃત્તિ : 3