Maya n muke kedo - Bhajan | RekhtaGujarati

માયા ન મૂકે કેડો !

Maya n muke kedo

દયારામ દયારામ
માયા ન મૂકે કેડો !
દયારામ

હરિ શું કરું રે ! મારો ! માયા મૂકે કેડો !

કોટિ કલ્પ સુધી એણે ભમાવ્યો, ભમું હજુ નહિ છેડો;

મુજથી છૂટે, આપ છોડાવો ! મારો કયે ભવે નિવેડો? હરિ૦

સેવા–સમરણ–કામ કરું, મારો ક્ષણુંએ છાંડે કેડો;

શું ગજું મારું, અવિદ્યા જીતી? કરું ચરણકમળે નેડો. હરિ૦

આપ વિના એના સૌ ચેલા, કોને કહું: દુઃખ ફેડો?

દાસી તમારી જાય પ્રેરો જ્યાં, પાછી ફરે જ્યારે તેડો. હરિ૦

કરગરી કહું છું કૃષ્ણ ! કૃપાનિધિ ! ચરણે પડ્યો ખસેડો;

માયા કાળ-અગ્નિથી બચે ‘દયો’! શ્રીકૃષ્ણ ! કૃપાજળ રેડો! હરિ૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 151)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1946