maro baluDo sannyasi - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારો બાલુડો સંન્યાસી

maro baluDo sannyasi

આનંદઘન આનંદઘન
મારો બાલુડો સંન્યાસી
આનંદઘન

મારો બાલુડો સંન્યાસી,

દેહ દેવળ મઠવાસી....મારો૦

ઈડા પિંગલા મારગ તજી દ્યો જી, સુખમના ઘરવાસી,

બ્રહ્મરંધ્ર મધિ આસન પૂરી બાબુ, અનહદ તાન બજાસી... મારો૦

યમ-નિયમ આસન જયકારી, પ્રાણાયામ અભ્યાસી,

પ્રત્યાહાર ધારણા ધારી, ધ્યાન સમાધિ સમાસી... મારો૦

મૂલ ઉત્તરગુણ મુદ્રા ધારી, પર્યંકાસન ચારી,

રેચક પૂરક કુંભક સારી, મન ઇંદ્રિય જયકારી... મારો૦

થિરતા જોગ જુગતિ અનુસારી, આપોઆપ વિમાસી,

'આનંદઘન' પરમાતમ અનુસારી, સીઝે કાજ સમાસી... મારા૦

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-૧ (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સર્જક : સં. જોરાવરસિંહ જાદવ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1989
  • આવૃત્તિ : 1