Mari javu mankho meli kari re - Bhajan | RekhtaGujarati

મરી જાવું મનખો મેલી કરી રે

Mari javu mankho meli kari re

ગેમલદાસ ગેમલદાસ
મરી જાવું મનખો મેલી કરી રે
ગેમલદાસ

મરી જાવું મનખો મેલી કરી રે,

તું તો ભાવે ભજી લે શ્રીહરિ રે;

તુંને ભવમાં ભટકતાં દેહ મળી રે,

આવો અવસર નહિ આવે પાછો ફરી રે.

હરિની ભક્તિ વિના નર ભૂત છે રે,

જમ આવી અંતરિયાળ લૂંટશે રે;

સદાય રહેવું સંતોના સંગમાં રે,

હરિની ભક્તિ આવે તારા અંગમાં રે.

સંત સહેજે ભવસાગર તારશે રે,

તો અંતકાળના ઓધાર છે રે;

ગુરુગમે ‘ગેમલજી’ કહે જ્ઞાનમાં રે,

મન સમજ્યું સંતોની સાનમાં રે.

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 169)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963