mari jara maran bhae bhange re - Bhajan | RekhtaGujarati

મારી જરા-મરણ ભે ભાંગે રે

mari jara maran bhae bhange re

કાપડી બાવા કાપડી બાવા
મારી જરા-મરણ ભે ભાંગે રે
કાપડી બાવા

મારી જરા-મરણ ભે ભાંગે રે... મારા લખ ચોરાશી ફેરા ટાળે રે...

મુંને ઐસા મળે ગુરુ અમર આરાધી...

વ્હાલા મારા વનરા વનમાં તપીઓ તપસ્યા સાંધે,

જરા-મરણની એણે ખબર્યું નથી તો માયા મમતા માંગે હરિ...

મારી જરા-મરણ ભે ભાંગે૦

વ્હાલા મારા દેવી ને દેવતા પીર પેગંબર સર્વે મલીદા માંગે હરિ

મારી જરા-મરણ ભે ભાંગે૦

જમરાજા આવે એના જીવડાને લેવા પછે સરવે જુજવા ભાગે હરિ...

મારી જરા-મરણ ભે ભાંગે૦

વ્હાલા મારા તખત તરવેણીના મોલમાં નિયાં અનહદ વાજાં વાગે હરિ

અગમ ખડકી ખોલી દ્યો ઈમાં ઝલહલ જ્યોતું જાગે હરિ...

મારી જરા-મરણ ભે ભાંગી૦

વ્હાલા મારા સતગુરુજીની સાનમાં અમને કળજગ કડવો લાગે હરિ

દોઈ કર જોડી ‘બાવો કાપડી’ બોલ્યા મારો સતગુરુ પાર ઉતારે હરિ...

મારી જરા-મરણ ભે ભાંગે રે૦

સ્રોત

  • પુસ્તક : સતની સરવાણી (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : નિરંજન રાજ્યગુરુ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની, ફુવારા સામે, ગાંધી રોડ, અમદાવાદ - 380001
  • વર્ષ : 2000
  • આવૃત્તિ : 1