Manva Japi le ne ji nam - Bhajan | RekhtaGujarati

મનવા જપી લે ને જી નામ

Manva Japi le ne ji nam

વાલદાસ કાપડી વાલદાસ કાપડી
મનવા જપી લે ને જી નામ
વાલદાસ કાપડી

મનવા જપી લે ને જી નામ, પ્રેમે ઉર આણી રે,

એવા એક રૂગનાથ, સમરું સારંગપાણિ રે.

મનવા પુત્ર અને પરિવાર, સંજોગે સહુ મળિયા રે,

એવા વિયોગે વિયા જાય, સ્વારથના ભરિયા રે... મનવા૦

મનવા મારું કરી મા જાણ, આમાં શું છે તારું રે,

પંચભૂતનું રિયું રે શરીર, ઓઢે ઠાલી આરું રે... મનવા૦

કાયા માયાનો કૂડો સ્નેહ, કાચું કરિયાણું રે,

મનવા કરી લેને સતસંગ, સફળ જનમ તારો રે... મનવા૦

એમ કાપડી કહે 'વાલદાસ', ઉગરિયાનો આરો રે... મનવા૦

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 263)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • પ્રકાશક : સદ્‌ગુરુ વિશ્રામસાહેબની જગ્યા
  • વર્ષ : 1994