મને મારી વ્હાલે નેણકટારી રે
Mane mari vhale nenkaari re
પ્રેમસખી પ્રેમાનંદ
Premsakhi Premanand
પ્રેમસખી પ્રેમાનંદ
Premsakhi Premanand
મને મારી વ્હાલે નેણકટારી રે, સજની હું તો નહીં જીવું,
મારે ઘાવ લાગ્યો અતિ ભારી રે,
દરદે પાણી હું નહીં પીઉં. મને૦
એક કટારી બીજી મારી છે ભાલે,
હાં રે ચકચૂર કીધી છે નંદલાલે રે. સજની૦
પ્રેમકટારી મારા અંગમાં રે વાગી,
હાં રે મેં તો જીવત આશા ત્યાગી રે. સજની૦
વેંધી વાલેજી આંખડલીની અણીએ,
હાં રે હવે રાતદિવસ કણકણીએ રે. સજની૦
‘પ્રેમાનંદ’ને વ્હાલે હસીને રે હરીએ,
હાં રે કરી ઘાયલ બજાડી બંસી ઘેરી રે. સજની૦
સ્રોત
- પુસ્તક : મધ્યકાલીન પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 120)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1998
