mandodari ravan prtye kahe che - Bhajan | RekhtaGujarati

મંદોદરી રાવણ પ્રત્યે કહે છે :

mandodari ravan prtye kahe che

રણછોડ રણછોડ
મંદોદરી રાવણ પ્રત્યે કહે છે :
રણછોડ

‘કહ્યું રે માણો મારા કંથજી, રૂડા રામજી આવે;

પથ્થર તારી પાણીમાં, પ્રભુ પાજ બંધાવે.

નારી આપો જઈ નપતિ, કરો પ્રભુને પ્રણામ;

દયા કરશે દીનોનાથજી, સરશે આ૫ણું કામ. કહ્યું રે૦

માનોજી કહે મંદોદરી, સુણીએ મારા સ્વામી,

એને લેજો તમે એાળખી, છે અંતરજામી. કહ્યું રે૦

જુઓ રજ ઊડે ઘણી, મહેલ થઈ ગયા મેલા;

સીતાને લઈને જઈ મળો, સ્વામી કાં થયા ઘેલા? કહ્યું રે૦

આજ મને સ્વપ્નાંતર થયું, લંકામાં લાહ્ય લાગી;

રામબાણે દશ શીશ હણ્યા, એટલામાં હું જાગી. કહ્યું રે૦

પેટ ચેળીને પીડા કરી, મણિધરના મણિ લીધા;

આભ સાથે જઈ આથડ્યા, વેર મોટા-શું કીધાં. કહ્યું રે૦

સ્વામીજી ! શું કર્યું તમે? જુઓ મહાજુધ થાશે;

પ્રાણ તમારા લેઈને, સીતારામ ઘેર જાશે. કહ્યું રે૦

માટે મરણ આવ્યું ઢૂંકડું, ઊગરવાની આશ;

જઈને નમો તો જીવશો !’ કહે છે ‘રણછોડદાસ’. કહ્યું રે૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 655)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963