મનવા ! તું હરિચરણે ચિત્ત રાખ
Manava tu hari charne chitt rakh
સુખરામ
Sukharam
સુખરામ
Sukharam
મનવા ! તું હરિચરણે ચિત્ત રાખ.
મન-ગુરુ કે હરદે ચિત્ત રાખો, જા સે હોવે દિલ પાક. મનવા તું૦
રમત નામ રામ કો રે પ્રાણી, રસના સે રસ ચાખ;
કાચી કાયા ઔર કૂડાં કર્મઠડાં, જબ લગ હોસી ખાખ. મનવા તું૦
તું મુસાફર ભમે કાળી રાતે, કાલ રહ્યો શિર તાક;
સાધુકૃપા ‘સુખરામ’ પઢત હૈ, રામનામ મુખ ભાખ. મનવા તું૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 745)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
