man tun halas monghero thaii - Bhajan | RekhtaGujarati

મન તું હાલસ મોંઘેરો થઈ

man tun halas monghero thaii

દયાનંદ દયાનંદ
મન તું હાલસ મોંઘેરો થઈ
દયાનંદ

મન તું હાલસ મોંઘેરો થઈ,

ઘર તારું ગયું ને ઓસરી રઈ.

આતમ-સાધન આવડ્યું નહિ ને, વળગ્યો વિષયમાં જઈ,

સાધુ પુરુષનો સંગ કીધો, પછી મૂળગી મૂડી ગઈ... મન૦

અસતમાં મૂઓ જઈ અથડાણો, સાતમાં સમજ્યો નહિ,

કહ્યા વચનમાં કાન માંડે, રિયો કુબુદ્ધિમાં કાન દઈ... મન૦

પરમારથમાં પાછો પડે ને, સ્વારથમાં તો સહી,

અવિદ્યામાં રિયો ફરે ચોરાશી, જેમ ગાડાનું પઈ... મન૦

વારે વારે તને શું સમજાવું, માની લે અંતરમાં સઈ,

‘દાસ દયો’ કે’ તમે રાખો રદામાં, આતમ અનુભવ લઈ... મન૦

સ્રોત

  • પુસ્તક : કચ્છના સંતો અને કવિઓ : ભાગ ૨ (પૃષ્ઠ ક્રમાંક 296)
  • સંપાદક : દુલેરાય કારાણી
  • વર્ષ : 1964