મન મુસાફર આયો
man musaaphar aayo
દયાનંદ
Dayanand

સાંઈ, મન મુસાફર આયો,
સાથે દેહ અમૂલખ લાયો,
જામેં નામ નબીકો પાયો.
બાંધી કમર ને ચાલ્યો વિદેશે, નેકી નામ ધરાયો,
તનકી તોપાં, હરદમ દારૂ, સેલ સેતાન ટાયો... સાંઈ૦
અનભે હો કે ગયો મહાબનમેં, વેરી ઘાવ લગાયો,
જ્ઞાન ગરીબી, શબ્દ ગલોલા, ભવકો બુરજ ઉડાયો... સાંઈ૦
મેરી તેરી માન ગુમાના, સો ફોગટ ફેર ખવાયો,
હર દમ હિંમત લાઉં અલફ મેં, ખાંતે ખેલ મચાયો... સાંઈ૦
કરી કમાઈ સાધ ચરનકી, નેનેં સેન લખાયો,
દાસ ‘દયો’ કે' દિલ દરવેશી, નૂરેં નૂર જમાયો...
સાંઈ, મન મુસાફર આયો.



સ્રોત
- પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 156)
- સંપાદક : મકરંદ દવે
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1991