મન માર કાલ સીંચાણા
Man mara kal sinchana
બિહારીદાસ
Bihari das
બિહારીદાસ
Bihari das
મન માર કાલ સીંચાણા, તો જખ મારે જમરાણા,
મન માર કાલ સીંચાણા.
ધનુષ ધ્યાન કા ૫રશુ જ્ઞાન કા, કરની બાણ કમાના,
તરકસ ખેંચી તીર ચલાયા, આરપાર વીંધાણા. મન૦
અનહદ નાદ ગગન ધૂન ગાજે, બાજે નિત્ય નિશાના,
દેહ મંદિર મેં દીપક પ્રકટા, ભીતર સૂરજ ભાણા. મન૦
દિલ ભીતર એક દર્પણ દેખા, પચ્છમ ઘાટ પહિચાણા,
રમતા રામ શ્યામ સબ દર્શન, દર્પણ મેં દેખાણા. મન૦
ઘટ ભીતર સત્ ગુરુ શબ્દ કી, નિશ્ચલ બિકસી ખાણા,
કોટિ કર્મ અપરાધ અપારા, શબ્દે સબ ધેવાણા. મન૦
શૂરા સાધુ લડે લગ્ન સે, કાયર કૂડ કમાણા,
રામ નામ કા પટ્ટા પ્રેમ કા, સદ્ગુરુ હાથ લખાણા. મન૦
સતગુરુને સત શબ્દ સુનાયા, મહા રોગ મેટાણા,
જન ‘વિહારી’ સતગુરુ કે ચરને, વિણ નાણે વેચાણા. મન૦
સ્રોત
- પુસ્તક : કચ્છના સંતો (પૃષ્ઠ ક્રમાંક 100)
