મન માન શિખામણ મારી રે
Man man shikhaman mari re
ગણપતરામ
Ganpatram
ગણપતરામ
Ganpatram
મન માન શિખામણ મારી રે, ભવદુઃખ ભારી.
છે કાયા નરકની ક્યારી રે, ભવદુઃખ ભારી.
આવે છે એમાં અતિ ભૂંડ અવતાર,
ત્યાં પા૫ તણો નહિ પાર રે, ભવદુઃખ ભારી.
અંડજ, ઉદ્ભીજ, સ્વેદજ ને જરાયુજ,
ત્યાં ભારે નરક ભરાયું રે, ભવદુઃખ ભારે.
ચોરાશી લાખ કુંડ જગત માંહી ચ્હાવા,
એ જૂઠા જનને જાવા રે, ભવદુઃખ ભારી.
ચેતી લેને શીદ જાય છે લખચચોરાશી,
થઈ કરમે નરકનિવાસી રે, ભવદુઃખ ભારી
જોરાવર જમડા માર ઘણેરા મારે,
એ વેળા કોણ ઉગારે રે, ભવદુઃખ ભારી.
કોટી ભવ ફરતાં કૃપા કેશવની થાય,
તો મનુષ્યા દેહ મળાય રે, ભવદુઃખ ભારી.
કહી છે સમજી લે શિખામણ તારા કામે,
ગુણ ગાયા ‘ગણપતરામે’, ભવદુઃખ ભારી.
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 83)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
