Man man abhiman taji man - Bhajan | RekhtaGujarati

માન માન અભિમાન તજી મન

Man man abhiman taji man

ગૌરીશંકર ગૌરીશંકર
માન માન અભિમાન તજી મન
ગૌરીશંકર

માન માન અભિમાન તજી મન, ભજ વિશ્વંભરરાયા રે.

જો જુગકારન અધમઉદ્ધારન, તારનતરન કહાયા રે;

સો સુખસાગર નટવર નાગર, ક્યા તુજે મન ભાયા રે? માન૦

પાપી પ્રપંચી સતત પાખંડી, રંડીરંગ લગાયા રે;

કામ દામ મેં મસ્ત હી બનકે, હરામ મુખ સોં ખાયા રે. માન૦

ફેલી ફિતૂરી ફરેબી બનકે, ફોગટ ફંદ ફસાયા રે;

ફટ ફટ ફટ ખરવત નર તો કો, લાજ હૃદય નહિ લાયા રે. માન૦

સમજ સમજ શઠ સાન કરન મેં, મુદિત મન સો ગાયા રે;

‘ગૌરી’ સતપદ-પંકજરજ શિરધર, તો ધન્ય હૈ તવ જાયા રે. માન૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 187)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963