મૈં સિપાઈ સદ્ગુરુ કા
Main sipai sadaguru ka
સવા ભગત
Sava Bhagat
સવા ભગત
Sava Bhagat
મૈં સિપાઈ સતગુરુ કા સચ્ચા,
હુકમ ઉઠાવું હાકમ કા
વચન બાણ લઈ વિપતીને વેધું,
હું ને મારું બે દેઉં હઠા.
ખરા મતે ખેલું દુનિયા મેં, નોકર બનું નિરંજન કા
પગાર ખાવું મૈં પરિભ્રહ્મ કો, બાંધું નિરભે નિજ પટા. - મૈં...
તીન પાંચ કું કરલું તાબે, જ્ઞાન ધ્યાન કા લગાવું ધક્કા
પહેલવાન મન પકડું પેલા, કાળ ક્રોધ કા શીશ કટા. - મૈં...
આપે આપ સત્તા ત્યાં અપની, અણ લિંગી અલક લખે ઉનકા
ધણી ચાકર કા નહીં ત્યાં ધારા, સિંહ બકરી કા સંશય મિટા. - મૈં...
આદુ રાજ અમર પરવાના, શીલ સંતોષ કા ચલે સિક્કા
નિજાનંદ પોતે પરસોતમ, જગત ભગત દે દિયા મિટા. - મૈં...
અડોલ ડોલું સુખ નહીં ખોલું, જાપ અજંપે તેરા પકા
દાસ સવો સમરે સમરથ તું હી, જન્મ મરણ કા કલેશ કટા. - મૈં...
સ્રોત
- પુસ્તક : બ્રહ્મનિષ્ઠ ભક્ત સવારામ કૃત કાવ્ય (પૃષ્ઠ ક્રમાંક 75)
- સંપાદક : બળદેવદાસ સદ્ગુરુશ્રી સવારામ સાહેબ
- વર્ષ : 1973
