Main nam saheb ka nuri - Bhajan | RekhtaGujarati

મૈં નામ સાહેબ કા નૂરી

Main nam saheb ka nuri

સવા ભગત સવા ભગત
મૈં નામ સાહેબ કા નૂરી
સવા ભગત

મૈં નામ સાહેબ કા નૂરી,

નથી યોગ સિદ્ધિની જરૂરી. મૈં... ટેક.

દિલ દીદાર કરી લઉં દિલમાં જી, જ્યાં બાજે અનહદ તૂરી

અડગ આસને રહું એકાંતે, સુરતા ગગનમાં પૂરી. - મૈં...

પાંચ પચીસ કી ફોજ હઠાઈ દઉં જી, સમજી કરું સબૂરી

અમર નગરમાં આસન મેરા, રહું રાત દિન ઝૂરી. - મૈં...

કપડા લત્તા મૈં નહીં રંગ્યા જી, પે'રી ફકર ફકીરી

ચેતન હો કે પોરે જાગું, હરદમ રહું હજૂરી. - મૈં...

દસ દરવાજે દોડ રાખું જી, નહીં ભલી નહીં બુરી

સતગુરુ ચરણે દાસ સવો કહે, જોયું બ્રહ્મ ભરપૂરી. - મૈં...

સ્રોત

  • પુસ્તક : બ્રહ્મનિષ્ઠ ભક્ત સવારામ કૃત કાવ્ય (પૃષ્ઠ ક્રમાંક 14)
  • પ્રકાશક : બળદેવદાસ સદ્‌ગુરુશ્રી સવારામ સાહેબ
  • વર્ષ : 1973