લટકે લેભાણી રે, બાઈ હું તો લાલને રે
Latke lebhani re bai hu to lolne re
વસ્તો વિશ્વંભર
Vasto Vishwambhar
લટકે લેભાણી રે, બાઈ હું તો લાલને રે
Latke lebhani re bai hu to lolne re
વસ્તો વિશ્વંભર
Vasto Vishwambhar
વસ્તો વિશ્વંભર
Vasto Vishwambhar
લટકે લોભાણી રે, બાઈ હું તો લાલને રે,
સખી એને લટકે છે અતિ જોર;
લટકેને મોહ્યા રે, સુર નર દેવતા રે,
લટકો તો મારા ચિત્તડા કેરો ચોર. લટકે૦
લટકેને બાંધે રે, મોહન મોળિયું રે,
લટકતાં કુંડળ લળકે કાન,
લટકેને વાહે રે વૃંદાવન વાંસળી રે,
લટકે ચુકાવે મુનિવરનાં ધ્યાન. લટકે૦
લટકેને જમના રે જળ થોભી રહ્યાં રે,
લટકે રજની થઈ ખટ માસ,
લટકેને મોહી રે, વ્રજની નારીઓ રે,
લટકે તે મૂકાવ્યાં ઘર વાસ. લટકે૦
લટકેને પીધાં રે, દાવાદળ દૈત્યનાં રે,
લટકે રચ્યો રે, વૃંદાવન રાસ,
‘વસ્તા વિશ્વંભર’ રે, લટકાળે લાગિયો રે,
વહાલો મારો પ્રેમી, જનની પાસ. લટકે૦
સ્રોત
- પુસ્તક : પ્રાચીન કાવ્ય સુધા ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 97)
- સંપાદક : છગનલાલ વિદ્યારામ રાવળ
- પ્રકાશક : રાજ્યરત્ન શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી
- વર્ષ : 1922
