Laganiya le - Bhajan | RekhtaGujarati

લગનિયાની લે'

Laganiya le

હમીર હમીર
લગનિયાની લે'
હમીર

સમજાવીને કે' પરબુના પીરને સમજાવીને કે'.

સાંયાજીની સાથે મારું સગપણ કરિયું ને

એ જી મારું જોબન નાનું છે. પરબુના૦

દેશ રે પરદેશના રે જોષીડા તેડાવો,

એ જી મારાં ઘડિયાં લગનિયાં લે'. પરભુના૦

આલુડા—લીલુડા વાંસ વઢાવો,

એ જી મારા ચિત્તમાં ચારી ચિતરી છે. પરબુના૦

સાંયાજીની સાથે મારી વરમાળા રોપીને

એજી હું તો પ્રીતે પરણી છે. પરબુના૦

શેલાણીને ચરણે ખોલ્યા રે 'હમીરો'

એ જી મુંને લાગી લગનિયાની લે. પરબુના૦

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-1 (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સંપાદક : જોરાવરસિંહ જાદવ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1989