kupatr aagal wastu na wawiye - Bhajan | RekhtaGujarati

કુપાત્ર આગળ વસ્તુ ન વાવીએ

kupatr aagal wastu na wawiye

ગંગાસતી ગંગાસતી
કુપાત્ર આગળ વસ્તુ ન વાવીએ
ગંગાસતી

કુપાત્ર આગળ વસ્તુ વાવીએ ને,

સમજીને રહીએ ચૂપ રે,

મરને આવીને દ્રવ્યનો ઢગલા કરે ને,

ભલે હોય મોટો ભૂપ રે.

ભાઈ રે ભજની પુરુષને બેપરવા રે’વું ને,

રાખવી કોઈની પરવાર રે…

મોટાની આગળ નવ ઉચ્ચરવું ને,

બાંધવો સુરતાનો એકતાર રે... કુપાત્ર૦

ભાઈ રે ઉપદેશ દેવો તો પ્રથમ ભગતી દેખાડવી ને,

ગાળી દેવો તેનો મોહ રે,

દયા કરવી તેની ઉપર રાખવો ને,

ઘણો કરીને સોહ રે... કુપાત્ર૦

ભાઈ રે સંશય ટળે ને મનડું ગળે ને.

રાખે નહિ કોઈ પર દ્વેષ રે,

‘ગંગાસતી’ એમ બોલિયાં ને,

એવાંને દેખાડો હરિનો દેશ રે... કુપાત્ર૦

સ્રોત

  • પુસ્તક : સોરઠી સંતવાણી (પૃષ્ઠ ક્રમાંક 88)
  • સર્જક : ઝવેરચંદ મેઘાણી
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય ભવન, અમદાવાદ
  • વર્ષ : 2017
  • આવૃત્તિ : 1