koi parkhanda re sat shabd ka roop - Bhajan | RekhtaGujarati

કોઈ પરખંદા રે સત શબ્દ કા રૂપ

koi parkhanda re sat shabd ka roop

ખીમસાહેબ ખીમસાહેબ
કોઈ પરખંદા રે સત શબ્દ કા રૂપ
ખીમસાહેબ

કોઈ પરખંદા રે સત શબ્દ કા રૂપ.

કોઈ પરખંદા રે૦

મૂળ શબ્દ સો કહાં સે ઊઠે, કૌન દેશમાં બોલે,

કૌન મંડલ શબ્દું કા વાસા, તત્ત્વ વિચારી તોલે... કોઈ૦

કિતના લંબા કિતના ચૌડા, કિતના હૈ અનુમાના,

કૈસા રૂપ શબ્દ કા સંતો, બતાઈ દિયો કર ધ્યાના... કોઈ૦

કિતના હલકા કિતના ભારી, ખારા હૈ કે મીઠા,

મોહી ગરીબ કું કહી સમજાવો, શબ્દ કૌન બિધિ દીઠા... કોઈ૦

શરીર ખોજ શબ્દ કું પકડો, હાથ ગ્રહી બતલાવો,

પડે પિંડ પ્રગટ ઘર ભાંગે, શબ્દ કહાં સમાવો... કોઈ૦

‘ખીમદાસ’ રવિરામ કું પૂછે, ગમ કર ગગાના હેરી,

કૌન નિરંતર કૌન દેશ મેં, કહાં સમાવે દોરી... કોઈ૦

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજન ભંડાર (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • પ્રકાશક : સદ્‌ગુરુ વિશ્રામસાહેબની જગ્યા, મુ. કોટડા સાંગાણી, જિ. રાજકોટ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : 6