koi gurugam gyani jage - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોઈ ગુરુગમ જ્ઞાની જાગે

koi gurugam gyani jage

ઉગારામ ઉગારામ
કોઈ ગુરુગમ જ્ઞાની જાગે
ઉગારામ

અખંડ ઝાલર વાગે ઘર મેં, અખંડ ઝાલર વાગે,

કોઈ ગુરુગમ જ્ઞાની જાગે, ઘટમાં અખંડ ઝાલર વાગે... ઘરમાં૦

ત્રિગુણ પર ત્રિવેણી તીરે,તાર મેં તાર મિલાવે,

ગગન મંડળ મેં ગેબી ગાજ, સુરતા ધ્યાન લગાવે... ઘરમાં૦

ત્રિકુટી આગે તેજ સ્વરૂપી, સતગુરુ આપ બિરાજે,

સોહંમ સ્વરૂપ બનકે પોતે, ગુરુ સ્વરૂપ સમાવે... ઘરમાં૦

ઓહંગ સોહંગ રણુંકારમાં, નિશદિન ગુરુગમ જાગે,

ઓમકાર નિરાકારમાં, અર્ધ માત્રા આરાધે... ઘરમાં૦

અર્ધ માત્રા સહિત ઓમ, સબીજ શબ્દ સોહાગે,

વેદ નેતિ નેતિ પોકારે, તે ગુરુ થકી લક્ષ લાગે... ઘરમાં૦

દેવી દેવતાઓ ઘર ગોતે, પુરાણ કુરાન વિચારે,

કહે ‘ઉગારામ’ ઊગ્યા ઘરમાં, પ્રગટ જ્યોતું જાગે... ઘરમાં૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 99)
  • સર્જક : રામજી હીરસાગર
  • પ્રકાશક : રામજી હીરસાગર, તિલક પ્લોટ, શેરી નં. 2, કૃષ્ણ સિનેમા પાછળ, રાજકોટ - 360001