kiya re purushe wawyan ambaliyanan beej - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કિયા રે પુરુષે વાવ્યાં આંબલિયાનાં બીજ

kiya re purushe wawyan ambaliyanan beej

ખીમરો કોટવાળ ખીમરો કોટવાળ
કિયા રે પુરુષે વાવ્યાં આંબલિયાનાં બીજ
ખીમરો કોટવાળ

કિયા રે પુરુષે વાવ્યાં આંબલિયાનાં બીજ,

કિયા રે પુરુષ આંબો રોપિયો રે જી...

રાવત રણશી લાવ્યો આંબલિયાનાં બીજ,

ખીમડિયે કોટવાળે આંબો રોપિયો રે જી...

મંગાવ્યા મંગાવ્યા કવલી તે ગાયનાં દૂધ,

દૂધે રે આંબલિયાને સીંચિયો રે જી...

રે આંબાની પાળ્યું ગિયું છે પિયાળ,

ચોરાશી જોજનમાં આંબો સાંચર્યો રે જી...

રે આંબલિયાને રૂપલા વરણાં છે પાન,

સોનલા સરીખી શાખું લાગિયું રે જી...

મંગાવો મંગાવો નુરત સુરતના દોર,

દોરેથી આંબલિયાને વેડીએ રે જી...

કિયા રે પુરુષે વાવી આંબલિયાની ડાળ્ય,

કિયા રે પુરુષે આંબો વેડિયો રે જી...

પરથમ કેરી ગઈ ગઢ આબુ ને ગિરનાર,

બીજી કેરી રે સિંગલદ્વીપમાં રે જી...

ત્રીજી કેરી ગઈ દેવ તણે દુવાર,

ચોથી કેરી ગતગંગામાં તો વાવરી રે જી...

બોલ્યા બોલ્યા 'ખીમડિયો કોટવાળ'

મારા સાધુડા અમરાપરમાં માલશે રે જી...

સ્રોત

  • પુસ્તક : સતની સરવાણી (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : નિરંજન રાજ્યગુરુ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની, ફુવારા સામે, ગાંધી રોડ, અમદાવાદ - 380001
  • વર્ષ : 2000
  • આવૃત્તિ : 1