khud malike khel banawyo - Bhajan | RekhtaGujarati

ખુદ માલિકે ખેલ બનાવ્યો

khud malike khel banawyo

અંબારામ ભગત અંબારામ ભગત
ખુદ માલિકે ખેલ બનાવ્યો
અંબારામ ભગત

ખુદ માલિકે ખેલ બનાવ્યો, ખોજો રે તમે ખંતથી !

જીવ નહિ, ઈશ્વર નહિ, અને નહિ માયા-મંડાણ રે,

બ્રહ્મમાં કછુ ભ્રાંતિ નહિ રે, અગમ ઘરની કરો ઓળખાણ... ખોજો રે૦

ઈંડ નહિ ને પિંડ નહિ રે, નહિ નિરંજન નાથ રે,

જ્યોતિ-સ્વરૂપ તે તો નહિ રે, તમે ખોળી કાઢો સર્વે સાથ... ખોજો રે૦

મન નહિ ને પવન નહિ, નહિ વાણીનો વિસ્તાર રે,

ચંદ્ર-સૂરજ દોનું નહિ, ત્યાં કોણ જગત-કિરતાર?... ખોજો રે૦

આયે નહિ ને ગયે નહિ નહિ ધરે તે અવતાર રે,

દશ અવતાર જ્યાં હૈ નહિ રે, કોણ કરે માયા-વિસ્તાર?... ખોજો રે૦

જેની દૃષ્ટિથી સૃષ્ટિ બની, જે સૃષ્ટિનો સરદાર રે,

‘અંબારામ’ ઈચ્છા ઉન તણી રે, મારે તેનો છે એક આધાર... ખોજો રે૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્ર (પૃષ્ઠ ક્રમાંક 37)
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1946
  • આવૃત્તિ : 3