khoj - Bhajan | RekhtaGujarati

દિલ ખોજીને દીદાર દેખો, તારી કાયા વાડીમાં ખોજ બડી,

એવી એવી વસ્તુ રે કાયામાં, નર ઊઠી લાગ્યા તેને પાય પડી.

હો જીવે જીવે.

આશાને ટાળો મમતાને મારે, દિલ ભીતરમાં રહેજો લડી.

મનવંકો ગઢ મેવાસી મારો, ઊગે ભાણને ભાંગે અડી.

હો... જીવે૦

અધર તખતથી ઊતર્યું મેાતી ત્રિવેણીમાં ટંકશાળ પડી,

અધર જલેશાં ને પ્રેમપૂતળી, હીરા માણેકની ત્યાં હાર જડી.

હો... જીવે૦

શ્યામ, સફેદ, લાલ રંગ લીલો, અનેક રંગની ભાત પડી

પંચમખંડમાં શીંગી વાગે, ધ્યાન ધરેા ત્યાં નાખત ગડી.

હો... જીવે૦

પંડ કાચા, સદ્‌ગુરુ સાચા, સદ્‌ગુરુએ મારી બાંય પકડી

હીરદાસ ચરણેામાં બોલ્યા 'કહળસંગ', વસ્તુ કાઇ કોઈને જડી.

હો... જીવે૦

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-1 (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : જોરાવરસિંહ જાદવ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1989
  • આવૃત્તિ : 1