
ડગલે ને પગલે વ્હાલા!
અણલખિઉં વાતું તારીઉં,
વાંચણહારો છે અમોલ,
વ્હાલા! મેળવ એને.
રાત અન્ધારી વ્હાલા!
વસમ્યું છે વાટું એનીઉં;
દીવડો દેખા ડ,
જોવા જાવું એને.
તારું ને મારું કરતાં,
વીત્યો દી આખો વ્હાલા!
આથમશે એણી પેર,
જાશે જમડો ઝાલી.
આભલિયો આવ્યો માથે,
વણખેડ્યું ખેતર મ્હારું;
વહી જશે વ્હાલીડાના
વ્હાલ, ખેડું ખાલી જાશે.
આપેં ઊઠીને વ્હાલા,
આજે ઉગારે તું તો;
આવીને અટક્યો આણી પેર,
આંટીઉં અવળ્યું ઝાલી.
Dagle ne pagle whala!
analakhiun watun tariun,
wanchanharo chhe amol,
whala! melaw ene
raat andhari whala!
wasamyun chhe watun eniun;
diwDo dekha Da,
jowa jawun ene
tarun ne marun kartan,
wityo di aakho whala!
athamshe eni per,
jashe jamDo jhali
abhaliyo aawyo mathe,
wankheDyun khetar mharun;
wahi jashe whaliDana
whaal, kheDun khali jashe
apen uthine whala,
aje ugare tun to;
awine atakyo aani per,
antiun awalyun jhali
Dagle ne pagle whala!
analakhiun watun tariun,
wanchanharo chhe amol,
whala! melaw ene
raat andhari whala!
wasamyun chhe watun eniun;
diwDo dekha Da,
jowa jawun ene
tarun ne marun kartan,
wityo di aakho whala!
athamshe eni per,
jashe jamDo jhali
abhaliyo aawyo mathe,
wankheDyun khetar mharun;
wahi jashe whaliDana
whaal, kheDun khali jashe
apen uthine whala,
aje ugare tun to;
awine atakyo aani per,
antiun awalyun jhali



સ્રોત
- પુસ્તક : તંબૂરાનો તાર (પૃષ્ઠ ક્રમાંક 43)
- સર્જક : મોરારજી મથુરાંદાસ કામદાર
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1937