ખેલ્યો રે રાત અંધારી રે
Khelyo re rat andhari re
ગેમલદાસ
Gemaldaas
ગેમલદાસ
Gemaldaas
ખેલ્યો રે રાત અંધારી રે, તારો કંથ ખેલ્યો રે રાત અંધારી. તારો૦.
દાળ ભર કર ધહુને લાવ્યો, ઉપર બાચકા ભારી રે;
હેલો દેઈ બારણીએ આવ્યા, હાંરે તું તો જાગ સુલક્ષણી નારી રે. તારે૦
વહાણું વાશે ને પગલું જણાશે, મુશ્કેલ પડશે ભારી રે;
અર્ધી રેન ને મેહુલે વરસે, હાંરે એ તો પ્રભુએ વાત સુધારી રે. તારે૦
સંતોની કાજ મેં તે ચેારી રે કીધી, માર્યાને(૧) શંકા ન આણી રે;
‘ગેમલદાસ’ પ્રભુ મેણા મારે, તમે લજ્જા રાખો હમારી રે. તારે૦
સ્રોત
- પુસ્તક : બૃહત્ કાવ્યદોહન ભાગ ૮ (પૃષ્ઠ ક્રમાંક 744)
- સંપાદક : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
- પ્રકાશક : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ
- વર્ષ : 1913
