Ke Lagyo mare natavarthi nedo - Bhajan | RekhtaGujarati

કે લાગ્યો મારે નટવરથી નેડો

Ke Lagyo mare natavarthi nedo

બ્રહ્માનંદ બ્રહ્માનંદ
કે લાગ્યો મારે નટવરથી નેડો
બ્રહ્માનંદ

કે લાગ્યો મારે નટવરથી નેડો, કે હવે મેં તો શિર નાંખ્યો છેદો રે,

કે સઉ મળીને મુજને વારી, કે અટકી મન વૃત્તિ મારી;

કે ધણી મેં તો ધાર્યા ગિરધારી રે. લાગ્યો૦

કે શી મતલબ મારે કોઈ સાથે? કે મેણું મારે મેહનનું માથે,

કે હરિવરે મુને ઝાલી હાથે રે. લાગ્યો૦

કે મોડું વહેલું સહુ જાવાનું, કે તે દેખીને શું થાવાનું;

કે મેણું મારે અવિચળ માવાનું રે. લાગ્યો૦

કે કોઈ કહી મુજને શું કરશે, કે ગજ ચડી શંકા કોણ ધરશે;

કે શ્વાન ભસી ભસીને ભરશે રે. લાગ્યો૦

કે સમજીને મેં તો પગ ભરિયા, કે સર્વ વિષય રસ વિસરિયા;

કે ‘બ્રહ્માનંદ’નો વાલો વરિયા રે. લાગ્યો૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 655)
  • સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
  • પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
  • વર્ષ : 1927