Ke lagi mare natavarthi lagani - Bhajan | RekhtaGujarati

કે લાગી મારે નટવરથી લગની

Ke lagi mare natavarthi lagani

બ્રહ્માનંદ બ્રહ્માનંદ
કે લાગી મારે નટવરથી લગની
બ્રહ્માનંદ

કે લાગી મારે નટવરથી લગની, કે મરજાદા મેલી જગની રે;

કે એક ટેક અંતર ધારી, કે સગાં કુટુંબ સહુ વિસારી,

કે મને કમેં વરિયા મેરારિ. લાગી૦

કે કર્યું મેં તો તન ધન કુરબાણી, કે હરિ વિના વદું અન્ય વાણી;

કે કાનકુંવરથી અટકાણી રે. લાગી૦

કે સુખ મેં તો સંસારી છોડ્યું, કે સઉ સાથે સગપણુ તોડ્યું;

કે જગના જીવન સાથે જોડ્યું રે. લાગી૦

કે મેણાં જગ કેરાં સહીને, કે થિર મન મતવાલી થઈને;

કે ચાલી હું તો શિર કરમાં લઈને રે. લાગી૦

કે બેઠી હું તો ભય જગતને ખોઈને, કે મન નિશદિન રહ્યું છે મોહીને;

કે ‘બ્રહ્માનંદ’નો વાલો જોઈને રે. લાગી૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 656)
  • સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
  • પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
  • વર્ષ : 1927