kaya gaDh aisi liyo mere bhai - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાયા ગઢ ઐસી લિયો મેરે ભાઈ

kaya gaDh aisi liyo mere bhai

ઉમર બાવા ઉમર બાવા
કાયા ગઢ ઐસી લિયો મેરે ભાઈ
ઉમર બાવા

કાયા ગઢ ઐસી લિયો મેરે ભાઈ, તોહે ખોલ કહું સમજાઈ.

પાંખ વિના થઈ પહાડ ચડ જાઉં, પગ વિના થઈ ચાલુ.

હાથ વિના તો હેરીને મારું, આંખ વિના તો ભાળું... કાયા૦

સેલાં કાંતીને કરું રે સૂતર, તેની પામરી વણાવું,

વણ ચંદેથી ચંદો દેખાડું, વણ સૂરજ અજવાળું... કાયા૦

દખણ દિશાથી દોરી બાંધુ, ઉત્તરમાં રે ઉસેટું,

બન મેં ઝૂલી બાવાજી બેઠે, તો તેને હું સમેટું... કાયા૦

ઘાયલ ઘૂમે ને ઘા નવ દેખે, ખોળનારો ખોવાયો,

દાસ ‘ઉમર’ પર દયા સતગુરુની, તો જીવતાં નિશાન ચડાયો... કાયા૦

સ્રોત

  • પુસ્તક : મુસલમાની ગૂર્જર-સાહિત્ય (પૃષ્ઠ ક્રમાંક 726)
  • પ્રકાશક : હરગોવિંદ દ્વા. કાંટાવાળા. 'સાહિત્ય'
  • વર્ષ : 1922