કથણી કથે સહુ કોઈ
Kathani kathe sahu koi
ચિદાનંદ
Chidanand
ચિદાનંદ
Chidanand
કથણી કથે સહુ કોઈ, રહણી અતિ દુર્લભ હોઈ.
કીર રામ કો નામ વખાણે, નહિ પરમારથ જાણે;
યા બિધ ભણે વેદ સુણાવે, પણ અકલ કલા નહિ પાવે. કથણી૦
ષટ-ત્રીશ પ્રકાર રસેાઈ, મુખ ગણતાં તૃપ્તિ ન હોઈ;
શિશુ નામ તસી નહિ લેવે, રસ સ્વાદત સુખ અતિ દેવે. કથણી૦
બંદીજન કડખા ગાવે, સુણી શૂરા શીશ કટાવે;
જબ રૂંડ મૂડતા ભાસે, સૌ આગળ ચારણ નાસે. કથણી૦
કહણી તો જગત મજૂરી, રહેણી હૈ બંદી હજૂરી;
કહેણી સાકર સમ મીઠી, રહણી લાગત અતિ અનીઠી. કથણી૦
જબ રહણ કા ઘર પાવે, કથણી સબ ગિણતી ન આવે;
અબ ‘ચિદાનંદ’ અસ જોઈ, રહણી કી સેજ રહો સોઈ. કથણી૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 196)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
