કઠણ મનડાં કીધાં
Kathan manda kidha
બિહારીદાસ
Bihari das
બિહારીદાસ
Bihari das
કઠણ મનડાં કીધાં મારે વહાલે રે,
મારા નાથ વિના કેમ ચાલે?
કઠણ મનડાં કીધાં મારે વહાલે રે.
વહાલે પ્રથમ પ્રીતિ કીધી રે,
મથુરા જઈ મેલી દીધી રે,
વહાલે વળતાં તે ખબર ન લીધી. કઠણ૦
મારી પ્રેમની પીડા ન જાણી રે,
કાંઈ મનમાં મહેર ન આણી રે,
વહાલે વાત પિતાની તાણી. કઠણ૦
મારા આ દિનડા કેમ જાશે રે,
મારા પ્રાણજીવન નહિ પાસે રે,
અમથી એ દુઃખ કેમ સહેવાશે? કઠણ૦
સ્વામી ‘વિહારી’ના તમને શું કહીએ રે?
અમે દાસ તમારા છઇએ રે,
અમને જેમ રાખો તેમ રહીએ. કઠણ૦
સ્રોત
- પુસ્તક : કચ્છના સંતો (પૃષ્ઠ ક્રમાંક 104)
