કરજો કરુણા ખરી
karajo karuna khari
સુલેમાન ભગત
Suleman bhagat
સુલેમાન ભગત
Suleman bhagat
કરજો કરુણા ખરી કાયમદીન કરો કરુણા ખરી,
દુતિયો તે જાય ભરી કાયમદીન કરજો કરુણા ખરી.
મહેર કરી મન ડોલતું રાખ્યું રહું છું દિલ તો ધરી... કાયમદીન કરજો૦
પળ પળ સમરું પીર તમોને, ધ્યાન ધીરજ ધરી... કાયમદીન કરજો૦
સંભારતાં પીર સન્મુખ દીઠા પ્રીત પૂરવની કરી... કાયમદીન કરજો૦
પતીજ પડી તેથી પૂરણ પ્રગટિયા, સરિતા સાગરમાં ભળી... કાયમદીન કરજો૦
કારજ સીધ્યું જેણે જન્મ સુધાર્યો, દુતીઓ ગઈ છે મરી... કાયમદીન કરજો૦
સચરાચર વહાલો સઘળે ફરે છે, કોઈ વિરલો લેશે હરી... કાયમદીન કરજો૦
ધન ભાયગ જેને જ્ઞાન ગુરુનું, એક ચિત્તથી ધ્યાન ધરી... કાયમદીન કરજો૦
'સુલેમાન' પીર લાલ તમારા, ગુરુગમ કૂંચી જડી... કાયમદીન કરજો૦
સ્રોત
- પુસ્તક : મુસલમાની ગૂર્જર-સાહિત્ય (પૃષ્ઠ ક્રમાંક 787)
- સંપાદક : હરગોવિંદ દ્વા. કાંટાવાળા
- પ્રકાશક : સાહિત્ય – ડિસેમ્બર
- વર્ષ : 1922
